સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને અડફેટેમાં લીધો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચવાના કારણે યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક મૂળ નેપાળનો વતની હતો અને તે સચિન વિસ્તારમાં પોતાના મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. આજરોજ સવારે તે લગભગ આઠ વાગ્યાની આસપાસ પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામે BRTS રોડ ક્રોસ કરી રહ્યો હતો.
આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી એસટી બસે યુવકને અડફેટેમાં લીધો હતો. આ કારણોસર યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ સુભાષ હતું તેની ઉંમર 19 વર્ષની હતી. સુભાષ સચિન વિસ્તારમાં પોતાના મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો હતો.
આજરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ તે બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઇ હતી. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઇને પોલીસ એસ.ટી.બસ ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. એસ.ટી.બસ ચાલકની બેદરકારીના કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment