ઉપલેટામાં એક ભાઈએ પોતાની બહેન અને બનેવીનો જાહેરમાં ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 3:56 pm, Tue, 19 April 22

ઉપલેટામાં આજરોજ સવારે બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગા ભાઇએ પોતાની બહેન અને તેના પતિનો જાહેરમાં જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર 22 વર્ષીય અનિલ અને 18 વર્ષીય હિના નામની યુવતીએ છ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.

બહેને છ મહિના પહેલા પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખી હતો અને આજરોજ વહેલી સવારે 11 વાગ્યાની આસપાસ ભાઈ જાહેરમાં પોતાની બહેન હિના અને બનેવી અનિલનો જીવ લઇ લીધો હતો. ઘટના બનતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપી ભાઈ સુનિલની શોધખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર હિના છેલ્લા કેટલાય સમયથી અને અનિલ સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી. છ મહિના પહેલા પ્રેમલગ્ન માટે બંને ભાગ્ય હતા. પરંતુ હિનાની ઉંમર ઓછી હોવાના કારણે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે હિના અને અનિલને પકડી પાડયા હતા. તે સમયે હિનાએ ઝેરી દવા પી લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર ત્યારબાદ હિના અને અનિલ પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ છ મહિના પહેલા મહિનાની ઉંમર પૂરી થઈ ગઈ હતી. ઉમર પૂરી થતા જ હિના અને અનિલ સાથે ભાગી ગઇ હતી.

બંને સાથે રહેતા હતા. આ દરમિયાન આજરોજ હીનાના ભાઈ સુનિલને પોતાના બહેન અને બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તે બંનેને શોધવા લાગ્યો હતો. અને આજરોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ કુંભારવાડા નાકાપર તેને પોતાની બહેન અને બનેવીનો જાહેરમાં જીવ લઇ લીધો હતો.

આ ઘટનામાં મહિનાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે બનેવી અનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉપલેટામાં એક ભાઈએ પોતાની બહેન અને બનેવીનો જાહેરમાં ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*