50 ફૂટના ઊંચા પુલ પરથી નદીમાં કુદીને યુવકે સુસાઈડ કર્યું… પછી તો કંઈક એવું બન્યું કે… જાણો સમગ્ર ઘટના…

Published on: 3:57 pm, Mon, 28 August 23

છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ 50 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં કૂદીને સુસાઇડ કર્યું છે. આ ઘટના બનતા જ નદી કિનારે રહેતા એક માછી મારે ઘટનાની જાણ પોલીસને અને SDRFની તેમને કરી હતી.

ત્યારબાદ નદીમાં સુસાઇડ કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ ત્રણ કલાકની શોધખોળ બાદ વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. આ સુસાઇડની ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બ્રિજ પરથી યુવકની સ્કુટી પણ મળી આવી છે. આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાકેશ ઠાકુર હતું.

રાકેશ ઠાકુરે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ જાણકારી મળી નથી. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના મિત્રોએ જણાવ્યું કે, રાકેશ મોડી રાત સુધી તેમની સાથે બેઠો હતો, પછી તે ત્યાંથી નીકળી ગયો હતો.

રાકેશના મિત્રએ વધુમાં જણાવ્યું કે, ઘરે જવું છે તેમ કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો. તેની બોડી લેંગ્વેજ પરથી એવું લાગતું હતું કે તે કાંઈક ચિંતામાં છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા રાકેશ ઠાકુરની ઉંમર 52 વર્ષની હતી.

બ્રિજ પરથી તેમની CG 07 BX 0214 નંબરની સ્કુટી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે નંબર પ્લેટના આધારે સુસાઇડ કરનાર રાકેશની ઓળખ કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "50 ફૂટના ઊંચા પુલ પરથી નદીમાં કુદીને યુવકે સુસાઈડ કર્યું… પછી તો કંઈક એવું બન્યું કે… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*