આ..નો..સુધરે…! નવસારીમાં એક યુવતીએ બાપાનો રસ્તો સમજીને સ્કુટી ચલાવતી વખતે એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશે…

Published on: 1:54 pm, Sun, 30 July 23

આજકાલ લોકો ફેમસ થવા માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેમના જીવનું જોખમ હોય છે. અમદાવાદ એસજી હાઇવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં નવ લોકોના જીવ ગયા હોવાની ઘટના બાદ પણ વાહન તાલુકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. નવસારી શહેરમાં એક યુવતીનો મોપેડ પર જોખમી રીતે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થતા પોલીસે યુવતી ની શોધખોળ હાથ ધરી છે.

વાયરલ વીડિયોમાં એક યુવતી મોપેડ પર સવાર થઈ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં મોપેડ પર સ્ટંટનો જે વિડીયો વાયરલ થયો છે તે નવસારીના ઇટાળવા છાપરા રોડ પરનો છે. અહીં એક યુવતી હાથ છુટા મૂકીને મોપેડ ચલાવતી જોવા મળી રહી છે.

મોપેડ ચલાવીને સ્ટંટ કરતી યુવતીએ પોતાનો અને રસ્તા પર ચાલતા અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. મોપેડ સવારે યુવતી તેની મોજમાં સ્ટંટ કરી રહી હતી, પરંતુ તેના આ જોખમી સ્ટંટ નો વિડીયો પાછળથી આવી રહેલા એક કાર ચાલકે બનાવી વાયરલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. રસ્તા પર યુવતીના સ્ટંટ જોઈને અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળી રહ્યા છે.

નવસારી ટ્રાફિક પી.એસ.આઇ જાગૃત જોષી એ જણાવ્યું હતું કે તેમની પાસે આ વાયરલ વીડીયો આવ્યો છે અને પોલીસ દ્વારા યુવતી ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે આ વિડીયો શૂટ કરનાર કાર ચાલક મળી આવે તો તારીખ ની જાણ થશે અને તેના આધારે સીસીટીવી ચેક કરવામાં આવશે. આ વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા નથી પરંતુ યુવતી આગળ અન્ય રોડ પરથી પસાર થતી નજરે પડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

વલસાડના ધરમપૂરની વિલ્સન હિલ ખાતે પોતાની અને અન્ય ની જિંદગી જોખમાય તે રીતે બાઈક પર સ્ટંટ કરનારા એક યુવક નો વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. જેની તપાસ કરતા વિડીયો તારીખ 17 જુલાઈના સાંજે બનાવ્યો હોવાનું અને આ સ્ટંટ કરનારા વાસંદા તાલુકાના કાવડેજ બરડા ફળિયાના 23 વર્ષીય ભાવિન સંજય ભોયા તથા તેના મિત્રો હોવાનું જણાવ્યું હતું. જેઓના વિરુદ્ધમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સ્ટંટ કરનારા આરોપીને ઘર પકડ કરીને તેની બાઈક કબજે લેવામાં આવી હતી.

સુરત શહેરમાં યુવકો ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પોતે પોતાનો શોખ પૂરો કરવામાં બીજા લોકો માટે જોખમ ઊભું કરી દેતા હોય છે. થોડા સમય પહેલા વધુ એક યુવક સ્ટંટ કરતો હોય એવો વિડિયો વાયરલ થયો હતો. યુવક બાઈક લઈને જઈ રહ્યો છે ને અચાનક જ રીલ્સ બનાવવાની ઘેલછામાં બાઈક પર ઉભો થઈને જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ..નો..સુધરે…! નવસારીમાં એક યુવતીએ બાપાનો રસ્તો સમજીને સ્કુટી ચલાવતી વખતે એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*