હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં બસની નીચે કચડાઈ જતા એક મહિલાનું મોત થયું છે. મૃત્યુ પામેલી મહિલા ભારત સંચાર નિગમ લિમિટેડની એકાઉન્ટ ઓફિસર હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સ્કુટી સવાર મહિલા બસના પાછળના ટાયરની નીચે કચડાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
આ ઘટના ઉજ્જૈનમાંથી સામે આવી આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ શાલીની શર્મા હતું અને તેની ઉંમર 44 વર્ષની હતી. શાલીની શર્મા ઓફિસેથી ઘરે જવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં એક બસે તેમની સ્કૂટીને ટક્કર લગાવી હતી.
જેના કારણે સ્કૂટી સવાર શાલીની સરમાં રોડ પર પડી ગઈ હતી અને આ ઘટનામાં બસનું પાછળનું ટાયર શાલીની શર્માના માથા ઉપર થી પસાર થઈ ગયું હતું. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સ્કુટી લઈને ઓફિસેથી ઘરે જતી મહિલાને બસ ચાલકે કચડી નાખી, મહિલાનું ઘટનાસ્થળે મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/2mPKtYLr0Y
— GUJJU ROCKZ (@gujju_rockz) August 19, 2023
મૃત્યુ પામેલી મહિલાનો પતિ અભિષેક શર્મા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને અભિષેક શર્માએ બસ ચાલક વિરોધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો પોલીસે બસ ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.
વિગતવાર વાત કરીએ તો એક બસ પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સ્કુટી સવાર શાલીની રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે બસ ચાલકે મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે સ્કુટી સવાર મહિલા જમીન પર પડી ગઈ હતી અને ઘટનામાં બસનું ટાયર મહિલાના માથા ઉપર થી પસાર થઈ ગયો હતો. આ કારણોસર તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળીયા આપા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment