વૃંદાવનમાં એક મહિલા ફુલ વેચી રહી હતી પણ અચાનક થયું એવું કે તેને લેવા આવી ગઈ પોલીસ, ત્યારબાદ ચોંકાવનારો મામલો આવ્યો સામે…

વૃંદાવનમાં એક મહિલા ફૂલો વેચતી જોવા મળી હતી. જ્યારે છતીસગઢ પોલીસને આ અંગે જાણ થઇ ત્યારે છત્તિસગઢ પોલીસના કર્મચારીઓ આ મહિલાને પરત લાવવા માટે વૃંદાવન જવા રવાના થયા. મહિલાએ પાછા આવવાની ના પાડી દીધી અને કહ્યું કે હવે તે અહી રહીને ફૂલો વેચવા માંગે છે. છેવટે આ મહિલા કોણ છે અને પોલીસે તેને કેમ લેવા ગઈ.

હકીકતમાં નવ મહિનાથી ગુમ થયેલ રાયપુર પોલીસની મહિલા કોન્સ્ટેબલ અંજના સાહિસ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ફૂલો વેચતી જોવા મળે છે. પોલીસને આ અંગે જાણ થઈ ત્યારે તે મહિલા કોન્સ્ટેબલને લેવા માટે નીકળી ગઈ હતી.

પરંતુ તેને પાછા આવવાની ના પાડી દીધી અને ત્યાર બાદ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડયું હતું. અંજનાને છત્તીસગઢનાં રાયગઢ માં પોસ્ટ કરવામાં આવી હતી. લગભગ નવ મહિના પહેલા તેમની બદલી રાયપુર પોલીસ હેડક્વાર્ટર માં કરવામાં આવી હતી.

તેમને CID માં પોસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ગાયબ થઇ ગયા. અંજના ની માતાએ 21 ઓગસ્ટના રોજ ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે અંજનાની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસ પાસે અંજનાનો કોઈ મોબાઈલ નંબર ન હતો. તપાસ દરમિયાન તેના બેન્ક ખાતા વિશે માહિતી મળે અને બેંક વ્યહારો થી જાણવા મળ્યું કે અમદાવાદના કેટલાક એટીએમમાંથી પૈસા ઉપાડવા માં આવ્યા છે.

ત્યાંની પોલીસે અહીં ઘણા લોકોનો સંપર્ક કર્યો અને અંજનાનો ફોટો બતાવ્યો.જ્યારે પોલીસ વૃંદાવન પહોંચી ત્યારે અંજના કૃષ્ણ મંદિરની બહાર પૂજાની વસ્તુઓ અને ફૂલો વેચતી જોવા મળી હતી.આ રીતે અંજના પોતાનું ગુજરાન ચલાવી રહી છે.અધિકારીઓએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે તેમને પાછા ફરવું જોઈએ.અંજનાએ પાછા જવાની બિલકુલ ના પાડી દીધી.

પોલીસે અંજનાની માતા સાથે વાત કરાવી તો અંજનાએ કહ્યું-મારો કોઈ પરિવાર નથી અને કોઈ સંબંધી નથી.હવે મારે અહીં રહેવું છે.જણાવવામાં આવી રહ્યું છે કે વિભાગ દ્વારા અંજનાને સતત હેરાન કરવામાં આવી રહી હતી.આ મુશ્કેલીના કારણે તેણે નોકરી છોડવાનું મન બની ગયું.જોકે આ મામલે કોઈ અધિકારીએ આજ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*