બસની રાહ જોઈ રહેલી એક મહિલાને જીપ ચાલકે અડફેટેમાં લીધી, મહિલાનું મૃત્યુ…

Published on: 6:04 pm, Wed, 15 December 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે જૂનાગઢમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢના માંડણપરા ગામની પ્રાથમિક શાળાના મહિલા આચાર્યને અકસ્માત નડ્યો છે.

આ અકસ્માતમાં મહિલા આચાર્ય નું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત મંગળવારના રોજ સાંજના સમયે બન્યું હતું. જ્યારે આચાર્ય શાળાએથી છૂટીને જુનાગઢ આવવા માટે બસની રાહ જોઈને બસ સ્ટેશન પર ઊભા હતા ત્યારે એક જીપચાલકે મહિલા આચાર્યને અડફેટેમાં લીધી હતી.

તેના કારણે મહિલા આચાર્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મહિલા આચાર્ય નું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં પરિવાર, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ હર્ષિદાબેન મુકેશભાઈ કનેરીયા ગઈકાલે શાળાએથી સાંજે છુટીને પોતાના ઘરે જુનાગઢ જવા માટે બસ સ્ટેશનને બસની રાહ જોઇને ઊભા હતા.

ત્યારે બીલખા તરફથી પૂરઝડપે આવી રહેલી એક બોલેરો પીક અપ જીપે આચાર્ય હર્ષિદાબેન જબરદસ્ત પર લગાવી હતી.

તેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ત્યાર બાદ તેઓને 108 મારફતે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીપચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!