ઘરે જઈ રહેલી મહિલાને એક આખલાએ અચાનક અડફેટેમાં લીધી, મહિલાની કરી નાખી એવી હાલત કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 11:39 am, Thu, 14 July 22

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આખલાઓના પ્રહારના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

જેમાં બે આખલાઓની બબાલમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. એક આખલો મહિલાને ઉછાળીને રોડ પર પછાડી દે છે. આ ઘટનામાં મહિલા ઘટના સ્થળે બેહોશ થઈ જાય છે, આ ઉપરાંત તેના કાનના ભાગે ગંભીર રીતે ઇજા પહોંચે છે. ઉપરાંત માથાના ભાગે પણ ઈજા પહોંચતી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના જોધપુરમાં બની છે.

મળતી માહિતી અનુસાર આંગણવાડી કાર્યકર સીમા રાજ પુરોહિત બુધવારના રોજ બપોરના સમયે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ત્રણ ચાર આખલાઓ ઉભા હતા. ત્યારે સીમા રાજપુરોહિત ત્યાંથી પસાર થાય છે, ત્યારે એક આંખ અચાનક તેમના પર પ્રહાર કરે છે.

ગંભીર ઇજા પહોંચવાના કારણે તેઓ ઘટના સ્થળે બેભાન થઈ ગયા હતા અને તેમના માથાના અને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આસપાસના લોકો તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આખલાઓના ત્રાસથી લોકો હવે ઘરની બહાર નીકળતા પણ વિચારી રહ્યા છે.

આખલાઓના ત્રાસ ના કારણે ઘણા વાહન ચાલકો પણ હવે રસ્તા પર વાહન ચલાવવાથી ડરી રહ્યા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બન્યા બાદ લોકો તંત્રની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરે જઈ રહેલી મહિલાને એક આખલાએ અચાનક અડફેટેમાં લીધી, મહિલાની કરી નાખી એવી હાલત કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*