હાલમાં થોડાક દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક મહિલા ન્યૂઝ એન્કરનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ટીવીની જાણીતી ન્યૂઝ એન્કર મહિમા શર્મા નું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર 11 જાન્યુઆરી ના રોજ ભાઈ નો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે મહિમા ઓફિસેથી વહેલો નીકળી ગઈ હતી. તે પોતાના ભાઈના ઘરે પોતાની સ્કુટી લઈને જવા નીકળી હતી.
ત્યારે રસ્તામાં સ્કુટી સ્લીપ ખાઇ જતા મહિમા રોડ પર નીચે પડી ગઈ હતી અને તે જ સમયે બીજી તરફથી આવી રહેલા એક ટેન્કર મહિમાને અડફેટેમાં લીધી હતી. મળતી માહિતી અનુસાર મહિમા શર્મા છત્તીસગઢની ફેમસ ન્યૂઝ એન્કર હતી. અકસ્માતમાં મહિમાએ ભિલાઈમાં સુપેલાની પાસે એક રોડ પર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મહિમા રાયપુરમાં એકલી રહેતી હતી. મળતી માહિતી અનુસાર મહિલા પોતાના ભાઈના બર્થડેમાં બુધવારના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ પાવર હાઉસ રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે રસ્તા પર પાણી હતું અને તેના કારણે મહિમાની સ્કુટી ત્યાં સ્લીપ ખાઇ ગઇ હતી.
સ્કુટી સ્લીપ થઇ જતાં મહિલા રોડ પર નીચે પડી ગઈ હતી. તે જ સમયે પાછળથી આવી રહેલા એક ટેન્કરે મહિલાને અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
ઉપરાંત ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment