સુરતમાં એક બેકાબૂ ડમ્પર ચાલકે એક બાઇકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી ગયો – યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 3:19 pm, Thu, 20 January 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક બેકાબૂ ડમ્પરે બાઇકચાલકને અડફેટેમાં લીધો હતો.

આ ઘટનામાં બાઇક ચાલક ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. બાઈક ચાલકને મૃત્યુની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ પરિવારજનો અને લોકો રોષે ભરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, ડમ્પર ચાલકે બાઈક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ડીંડોલી બસ સ્ટેશનની સામે શાકમાર્કેટ પાસે ત્રણ રસ્તા પાસે બની હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રમેશ મહાજન હોવાનું અને તે ડીંડોલી રુક્ષ્મણી સોસાયટી માં રહેતો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક બેકાબૂ ડમ્પર ચાલકે એક બાઇકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી ગયો – યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*