પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલી મહિલાએ બાઈક પર સવાર પિતા-પુત્રને ઉડાડ્યા… પિતાનું સારવાર દરમિયાન કરુણ મોત…

Published on: 10:26 am, Wed, 26 July 23

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે પાટણમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘણી વખત તમે એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અન્યની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે પાટણમાં બનેલી અકસ્માતની ઘટનામાં તેઓ જ કાંઈક બન્યું છે.

મંગળવારના રોજ પાટણ નજીકના નાયતા પાસેના ડાયવર્ઝન માર્ગ નજીક કાર ચાલકે બાઈક પર સવાર પિતા-પુત્રને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.

તો પુત્રની હાલત હાલમાં ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે. જાણવા મળી રહ્યો છે કે આ અકસ્માતની ઘટનામાં કારચાલક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટનામાં એક કાર ચાલક મહિલાની બેદરકારીના કારણે એક દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર નાયતા ગામના પિતા પુત્ર પોતાની બાઈક ઉપર પાટણ તરફ આવી રહ્યા હતા. ત્યારે પાટણથી સિહોર તરફ આવતીકાલે સામેથી આવી રહેલા બાઇક સવાર પિતા પુત્રને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટનામાં કારની એરબે ખુલી ગઈ જેના કારણે મહિલાને અકસ્માતની ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતા રામચંદજી વણાજી ઠાકોરનું મોત થયું હતું. જ્યારે દીકરા પ્રભાતજીની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટના બની અત્યારે કાર ખૂબ જ સ્પીડમાં હતી. જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલી મહિલાએ બાઈક પર સવાર પિતા-પુત્રને ઉડાડ્યા… પિતાનું સારવાર દરમિયાન કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*