દેશભરમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર 90 કિલોમીટરની ઝડપે જઈ રહેલી બાઈકે એક મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા ફંગોળાઇને રોડ પર પડી હતી અને ઘટના સ્થળે બેભાન થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના જયપુરમાં બની હતી.
ઘટનાની જાણ થતા ચિત્રકૂટ નગર પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય સંતોષી દેવીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સંતોષી દેવી 6 જૂનના રોજ પોતાના ભાઈને મળવા ગયા હતા. કારણ કે સંતોષી દેવીના ભાઈની તબિયત સારી ન હતી.
મળતી માહિતી અનુસાર ચાર દિવસ સુધી પોતાના ભાઈના ઘરે રહીને સંતોષી દેવી 10 જૂનના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. 200 ફૂટ બાયપાસ રોડ પરથી તેઓ રિક્ષામાં બેસવા માટે જતા હતા. આ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલક યુવકે સંતોષી દેવીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટના બન્યા બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે બાઇક પર બે યુવકો સવાર હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સંતોષી દેવીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને પુરપાડ ઝડપે થઈ રહેલા બાઇક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, મહિલાનું કરૂણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડિયો… pic.twitter.com/3j6d85agLo
— GUJJU ROCKZ (@gujju_rockz) June 28, 2022
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 14 જૂનના રોજ સંતોષી દેવીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment