ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. જ્યારે કામરેજના દાદા ભગવાન મંદિર નજીક બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 52 વર્ષની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર નવાગામ હાઇવે પર પુરપાટ ઝડપે જતી અલટીકા કાર રોડ ક્રોસ કરી રહેલી મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં દાદા ભગવાન મંદિર પાસે આવેલ અમર પેલેસ મકાન નંબર 503માં રહેતા 52 વર્ષીય મંજુલતાબહેન 15 મેના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ મુંબઇથી અમદાવાદ જતા હાઈવે ક્રોસ કરી રહ્યા હતા.
આ દરમિયાન હાઇવે પર પુરપાટ ઝડપે જતી GJ 02 DJ 5808 નંબરની અલટીકા કાર મંજુલતાબહેનને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મંજુલતાબહેન ફંગોળાઇને રોડ પર દુર સુધી પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં મંજુલતાબહેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા મંજુલતાબહેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પુત્રની ફરિયાદના આધારે પોલીસે અલટીકા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment