મહેસાણામાં પડોશમાં રહેતા યુવકે મહિલા શિક્ષિકાના ઘરમાં ઘૂસીને તેનો જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:10 am, Thu, 19 May 22

ગુજરાતમાં જીવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મહેસાણામાં ઘરમાં ઘૂસીને એક યુવકે મહિલા શિક્ષિકાનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર નવસારીના મોઢેરા ચોકડી નજીક આવેલા નવદીપ ફ્લેટમાં રહેતા મહિલા શિક્ષિકાના પડોશમાં રહેતા યુવકે બુધવારના રોજ અગમ્ય કારણોસર મહિલા શિક્ષિકા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં મહિલા શિક્ષિકાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, આ કારણોસર મહિલા શિક્ષિકાનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે આરોપી યુવકે મહિલા શિક્ષિકાના દીકરા પર પણ પ્રહાર કર્યા હતા. તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી યુવકની ધારદાર વસ્તુ સાથે પકડી પાડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે તપાસના ભાગરૂપે આરોપીનું નામ દિવાનો ઈનકાર કર્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ હતું, તેમની ઉંમર 45 વર્ષની હતી.

કલ્પનાબેન બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ કલ્પનાબેન પોતાના ઘરે હતા. આ દરમિયાન પડોશમાં રહેતો એક વ્યક્તિ કલ્પનાબેનના ઘરમાં ઘૂસી ગયો હતો અને અગમ્ય કારણોસર ધારદાર વસ્તુ વડે કલ્પનાબેનના માથા પર પ્રહાર કર્યો હતો.

આ કારણોસર કલ્પનાબેનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ દરમિયાન કલ્પનાબેનનો 21 વર્ષીય પુત્ર રોનક દૂધ લઈને ઘરે આવ્યો ત્યારે આરોપી યુવકે રોનકના માથા પર પણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં રોનક બેભાન થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ રોનકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવકે કયા કારણોસર કલ્પનાબેનનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આરોપી સામે ગુનો નોંધીને તેની પૂછપરછ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહેસાણામાં પડોશમાં રહેતા યુવકે મહિલા શિક્ષિકાના ઘરમાં ઘૂસીને તેનો જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*