ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં ગંભીર અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગાંધીધામ તાલુકાના પડાના ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટના ગઈ કાલે સવારે સવા અગિયાર વાગ્યાની આસપાસ બનેલી હતી. આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકે ક્ષત્રિય સમાજની મહિલા અને બાળકને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં મહિલા અને બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર મહિલા અને બાળક બસમાંથી ઉતર્યા બાદ હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે મહિલા અને તેના બાળકને અડફેટેમાં લીધા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનામાં મૂળ રાપર તાલુકાના હમીસર ગામના 60 વર્ષીય ગંગુબા ધોઘુભા જાડેજા અને 7 વર્ષીય ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે બંને બહારથી બસ મારફતે પડાના પહોંચ્યા હતા.
બસમાંથી નીચે ઉતર્યા બાદ બંને હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે રોડ પર પુરપાટ ઝડપે આવતા GJ 11 TT 9711 નંબરના ડમ્પર ચાલકે બંનેને અડફેટેમાં લીધા હતા. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવાર અને ગામમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment