પત્નીએ સૌપ્રથમ પોતાના પતિ અને 2 બાળકોનો જીવ લઈ લીધો, ત્યારબાદ પત્ની પોતાનું જીવન ટુંકાવ્યું – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો…

Published on: 11:45 am, Wed, 18 May 22

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પત્નીએ સૌપ્રથમ પોતાના પતિ અને બે બાળકોનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ પોતે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ ચોંકાવનારી ઘટના છત્તીસગઢ રાયપુરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર 40 વર્ષીય રુચિ જૈનને સૌપ્રથમ ધારદાર વસ્તુ વડે પોતાના 45 વર્ષીય પતિ પંકજ જૈનનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદપોતાના બે બાળકોનું ગળું દબાવીને તેમનો જીવ લઇ લીધો હતો. પોતાના બાળકો અને પતિનો જીવ લીધા બાદ રુચિ જૈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતુ.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ બની હતી. શનિવારના રોજ મૃત્યુ પામેલો પંકજ પોતાની બહેનને લેવા નજીકના ગામમાં જવાનો હતો.

પંકજની પત્નીને નણંદ પસંદ ન હતી. પંકજની પત્ની ઈચ્છતી હતી કે તેનો પતિ તેના બહેનના ઘરે વારંવાર ન જાય. આ બાબતને લઇને અગાઉ પણ પંકજ અને તેની રુચિ વચ્ચે માથાકુટ થઇ હતી. પરંતુ આ વખતે બંને વચ્ચે ખૂબ જ માથાકૂટ વધી ગઈ.

ત્યારે ગુસ્સામાં આવીને પત્નીએ ધારદાર વસ્તુ વડે પતિના માથા પર પ્રહાર કર્યો, ત્યારબાદ પતિનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો. પતિનો જીવ લીધા બાદ રુચિ પોતાના બાળકો પાસે પહોંચી અને બંને બાળકોનો ગળુ દબાવીને જીવ લઇ લીધો. ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર જે દિવસે ઘટના બની તે દિવસે મોડી સાંજે પંકજનો ભાઈ તેના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ જોવા મળ્યો હતો. જ્યારે પડોશીઓને પૂછવામાં આવ્યું તો બધા ત્યાં પહોંચી આવ્યા હતા. અને બારીમાંથી જોયું ત્યારે ઘરની અંદર મૃતદેહ જોવા મળ્યા હતા. અને ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્નીએ સૌપ્રથમ પોતાના પતિ અને 2 બાળકોનો જીવ લઈ લીધો, ત્યારબાદ પત્ની પોતાનું જીવન ટુંકાવ્યું – આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*