બે વ્યક્તિઓની પાછળ પડ્યો જંગલી હાથી, પછી એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 11:08 am, Tue, 6 February 24

હાલમાં સોશિયલ મીડિયા પર હૈયું હચમચાવી દેનારો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જંગલની વચ્ચેથી પસાર થતા રસ્તા પર બે વ્યક્તિઓ સાથે કંઈક એવું બન્યું કે, વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે.

જંગલમાંથી પસાર થતા રસ્તા પર બે વ્યક્તિઓ પાછળ એક જંગલી હાથી પડ્યો હતો. આ દરમિયાન બંને વ્યક્તિઓ હાથેથી બચવા માટે દોડવા લાગ્યા હતા અને આ દરમિયાન એક વ્યક્તિ અચાનક જ દોડતા દોડતા જમીન પર પડી ગયો હતો અને પછી તો કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને હચમચી જશો.

વાયરલ થયેલો આ વિડીયો, કર્ણાટક કેરલ બોર્ડર સ્થિત બાંદીપુર જંગલનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક જંગલી હાથી બે વ્યક્તિઓની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન બંને વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી દોડતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન એક વ્યક્તિ દોડતો દોડતો જમીન પર પડી જાય છે. ત્યારબાદ હાથી તેને પોતાના પગથી કચડી નાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે વ્યક્તિ બચી જાય છે.

વાયરલ થયેલો આ વિડિયો પ્લેટફોર્મ એક્સ પર IFS ઓફિસર પરવીન કાસવાને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બે વ્યક્તિઓની પાછળ પડ્યો જંગલી હાથી, પછી એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*