સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સુરતમાં કોરોના ને લઈને સ્થિતિ બહુ જ ખરાબ છે. કોરોનાનો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ને અટકાવવા એશિયાની સૌથી મોટી માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે એશિયાની સૌથી મોટી માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખી બોમ્બે માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. બોમ્બે માર્કેટમાં છૂટક તથા જથ્થાબંધ કાપડ નું વેચાણ થાય છે. બોમ્બે માર્કેટમાં એક હજારથી વધુ દુકાનો બંધ કરી દેવામાં આવી છે તમામ વેપારીઓએ સ્વયંભૂ 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે.
Be the first to comment