દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુંબઈમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મુંબઈ શહેરમાં જાહેરમાં જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ છે. મૃત્યુ પામેલા ગુજરાતી ઉદ્યોગપતિનું નામ સવજી ગોકર મંજૂરી હતું અને તેમની ઉંમર 65 વર્ષની હતી.
તેઓ મૂળ રાપરના રહેવાસી અને હાલમાં નવી મુંબઈમાં રહેતા હતા. ગઈકાલે સાંજના સમયે જાહેરમાં તેમના ઉપર એક સાથે 4 ગોળીઓ ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ મુંબઈમાં વસતા ગુજરાતીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મુંબઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ કચ્છના રાપર તાલુકાના સાચા ગામના રહેવાસી અને હાલમાં મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજીભાઈ ગઈકાલે સાંજના 5:30 થી 6:00 વાગ્યાની આસપાસ નેરુલ સેક્ટર 6 અપના બજાર પાસે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર આવેલા 2 યુવકોએ તેમની કાર રસ્તાની વચ્ચોવચ ઉભી રખાવી હતી.
સવજીભાઈ ક્યાંય બોલે તે પહેલા તો બંને બાઈક સવાર યુવક હોય તેમના ઉપર મને ફાવે તેમ ગોળીઓ ચલાવી હતી. આ કારણોસર સવજીભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સવજીભાઈનો જીવ લેવા પાછળનું કારણ જમીને લેવડ દેવડ, મિલકત કે અન્ય નાણાકીય લેવડદેવડ હોઈ શકે તેવું મુંબઈ પોલીસનું અનુમાન છે. સવજીભાઈનું મોત થતાં જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવજીભાઈ મુંબઈના એક જાણીતા બિલ્ડર હતા અને તેઓ વસ્તા અને ઇમ્પીરીયલ ગ્રુપ સાથે સંકળાયેલા હતા. સવજીભાઈ એક પાટીદાર અગ્રણી હતા અને તેમનું મોત થતા જ પાટીદાર સમાજમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment