હોસ્પિટલમાં કામ કરતા વોર્ડબોય સાવ નાની એવી બાબતમાં, મહિલા ડોક્ટર પર ગાંડાની જેમ કાતર લઈને તૂટી પડ્યો… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 7:09 pm, Wed, 28 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે કંઈક એવું બન્યું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. અહીં હોસ્પિટલમાં કામ કરતા વોર્ડ બોય મહિલા ડોક્ટર ઉપર કાતર વડે જીવલેણ પ્રહાર કર્યા હતા. આ કારણસર મહિલા ડોક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીની વોર્ડ બોયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ડોક્ટર પોતાના હાથમાં એક ફાઈલ લઈને ઉભેલી જોવા મળી રહે છે.

મહિલા ડોક્ટરની આસપાસ હોસ્પિટલની મહિલા સ્ટાફ પણ ઊભેલી જોવા મળી રહી છે. ત્યારે અચાનક જ એક યુવક ત્યાં આવે છે અને પોતાની પાસે રહેલ સર્જીકલ કાતર કાઢીને ત્યાં ઉભેલી મહિલા ડોક્ટર ઉપર જીવલેણ પ્રહાર કરે છે. આ ઘટના રવિવારના રોજ રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બની હતી.

પરંતુ બુધવારના રોજ એટલે કે આજે આ ઘટનાને લઈને પોલીસને માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાવ નાની એવી બાબતમાં આરોપીએ મહિલા ડોક્ટર ઉપર જીવલેણ પ્રહાર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં મહિલા ડોક્ટર ઉપર પ્રહાર કરનાર આરોપીનું નામ અનિકેત છે.

અનિકેત છેલ્લા કેટલાય મહિનાઓથી NIMS હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તે હોસ્પિટલની એક નર્સ સાથે સંબંધમાં હતો. ત્યારે મહિલા ડોક્ટર કોઈ કારણોસર તે નર્સ ઉપર ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ અનિકેત છેલ્લા ઘણા દિવસોથી મહિલા ડોક્ટર ઉપર નજર રાખીને બેઠો હતો.

ત્યાર પછી ખાર રાખીને અનિકેતે ગુસ્સામાં આવીને સર્જીકલ કાતર વડે મહિલા ડોક્ટર ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં આરોપીએ મહિલા ડોક્ટરના ગરદનની જમણી બાજુ અને પેટની જમણી બાજુ પ્રહાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં ડોક્ટરની સ્થિતિ સ્થિર છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હોસ્પિટલમાં કામ કરતા વોર્ડબોય સાવ નાની એવી બાબતમાં, મહિલા ડોક્ટર પર ગાંડાની જેમ કાતર લઈને તૂટી પડ્યો… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*