સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતા એસ એમ સી દ્વારા સાંજના સાત વાગ્યા બાદ ના ગલ્લા અને ચાની લારીઓ બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજ ના 7 વાગ્યા બાદ વેપાર નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
જ્યારે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ ને 9 વાગ્યાથી બંધ કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં થશે અને ત્યાં સામાજિક અંતર નહીં જળવાય તો તેને પણ બંધ કરાવવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાવાયરસ નો વિસ્ફોટ થયો છે અને 90 દિવસ બાદ 1122 કેસ નોંધાયા હતા અને બુધવારે સુરત શહેરમાં સૌથી વધારે 345 અને અમદાવાદમાં 271 કેસ નોંધાયા હતા.
સુરત શહેરમાં કોરોના ની કુલ કેસની સંખ્યા 43,294 પર પહોંચી છે અને બુધવારના રોજ નવા 345 કેસ નોંધાયા છે.સુરતમાં અઠવા ઝોન રેડ ઝોન માં મૂકવામાં આવ્યો છે અને આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
આ ઝોનમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજા ક્રમે રાંદેર માં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેરની મુલાકાતે આવતા.
મુસાફરોને સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ફરજિયાત ભરવું પડશે. સુરત શહેરની મુલાકાતે આવતા લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઇને તમામ બાબતો મહાનગરપાલિકાને જણાવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment