કોરોનાવાયરસ ના કેસો વધતા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી બીજી મહત્વની જાહેરાત.

166

કોરોના મહામારી ના કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારી થી ઉગરવા તમામ દેશની સરકાર અને વૈજ્ઞાનિકો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જોડાયા છે જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટા ભાગના તમામ દેશોમાં રસીકરણ ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે.

થોડા સમયના વિરામ બાદ કોરોનાવાયરસ ફરી માથું ઉચકતાં કેસ વધી રહ્યા છે. એક બાજુ ધોરણ 10 અને 12 ની પરીક્ષા નજીકમાં છે એવામાં કોરોના ફરી ઝડપભેર વધતા વિદ્યાર્થીઓ પર જોખમ ઊભું થયું છે.

જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આજરોજ પર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 10 એપ્રિલ સુધી એપ્રિલ સુધી રાજ્યના તમામ આઠ મહાનગરો માં સ્કૂલ બંધ કરી દેવાનો મોટો નિર્ણય લીધો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આવતીકાલ થી આગામી 10 મી એપ્રીલ સુધી રાજકોટ,વડોદરા,સુરત, અમદાવાદ,જામનગર અને ગાંધીનગર એમ તમામ આઠ મહાનગરો ની પ્રાથમિક શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

તેમજ કોલેજ યુનિવર્સિટી માટે આવતીકાલ થી તમામ 10 મી એપ્રીલ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.રાજ્યના શિક્ષણ મંત્રી ની જાહેરાત બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

કોરોના ના લક્ષણ જણાય તો અહીંયા પણ સંક્રમણ નો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહો હતો. શાળા ચાલુ થતાં.

શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલ આવતા હતા.પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલ આવે છે જયારે અન્ય ઘેરબેઠા ઓનલાઇન શિક્ષણ લઈ રહા છે.

બીજી તરફ,સ્કૂલોમાં સંચાલકો પણ બાળકોના હિત ને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાત માં કોરોના ની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઈચ્છા ધરાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!