ભાવનગર જિલ્લાના સિહોરમાં આજ રોજ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સિહોરમાં આજરોજ સવારે 25 થી 30 કેટલા ખેત મજૂરો મહેન્દ્રા પીકઅપ વાનમાં બેસી ને વલભીપુર તરફ જઈ રહ્યા હતા.
ત્યારે વાહન રોડની સાઈડમાં અચાનક પલટી ખાઇ ગયું હતું આ અકસ્માતમાં 15 જેટલા ખેત મજુરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિહોરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે મહેન્દ્ર પીકપ વાહનમાં બેસીને વલભીપુર તાલુકાના મોણપુર ગામે ખેતમજૂરી કરવા માટે રવાના થયા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ મહેન્દ્ર પીકપ વાહન બેકાબૂ થયું હતું અને તે રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું હતું.
સિહોર થી વલભીપુર તરફ જતું એક વાહન પલ્ટી ખાઈ જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 15 જેટલા મજુરોને નાની-મોટી ઇજા… pic.twitter.com/TjM3WtLI3M
— GUJJU ROCKZ (@gujju_rockz) November 24, 2021
આ અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 15 મજૂરોને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મજુરોને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી સિહોરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને 6 જેટલા લોકોને ત્યાંથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. કયા કારણોસર વાહન અચાનક રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. આ ઘટનામાં મહેન્દ્રા પીકઅપ વાનને ભારે નુકસાન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment