સુરતમાં એક યુવકને ચોર સમજીને તેની થાંભલા સાથે બાંધીને કરવામાં આવ્યું ધોલાઈ, યુવકનું મૃત્યુ…

Published on: 2:30 pm, Wed, 24 November 21

સુરતના સચિન વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રી રામ નગરમાં સોમવારે મોડી રાત્રે સોસાયટીમાં આટા ફેરા મારતા એક યુવકને સોસાયટીના લોકો દ્વારા ચોર સમજીને થાંભલા સાથે બાંધી ને તેની જબરદસ્ત ધોલાઈ કરવામાં આવી હતી.

યુવક પર લાકડી અને મુક્કા વડે પ્રહાર કરવામાં આવ્યો હતો. યુવકની એટલી ધોલાઈ કરવામાં આવી તે યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને સાત લોકોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સૌપ્રથમ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેનું નામ સમાધાન મગનભાઈ કોળી હતું.

તે મહારાષ્ટ્રના અમલનેરનો વતની હતો. મળતી માહિતી અનુસાર સોસાયટીના કેટલાક લોકોએ યુવકને ચોર સમજી ને થાંભલા સાથે બાંધી દીધો હતો. થાંભલા સાથે બાંધી ને યુવકની જબરદસ્ત ધોલાઈ કરી હતી. લગભગ સાતથી આઠ લોકોએ મન ફાવે તે યુવકની ધોલાઇ કરી હતી.

વધારે પડતી ધોલાઈ કરવાના કારણે યુવકનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ 7 લોકોની અટકાયત કરી હતી. મળતી માહિતી યુવક મહારાષ્ટ્રનો રહેવાસીએ તો તે પોતાના ભાઈ, બહેન અને માતા સાથે રહેતો હતો. એ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક યુવકને ચોર સમજીને તેની થાંભલા સાથે બાંધીને કરવામાં આવ્યું ધોલાઈ, યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*