સાબરકાંઠામાં નીકળી અનોખી જાન..! દુલ્હન વગર વરરાજાએ ઘોડે ચડીને ધામધૂમથી જાન કાઢી, કારણ જાણીને તમે પણ રડી પડશો…

Published on: 11:31 am, Thu, 9 February 23

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. તેવામાં આજકાલ પરિવારના લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક નવું કરતા હોય છે. ત્યારે આજે અમે તમને લગ્નની એક અનોખી જાન વિશે વાત કરવાના છીએ. આ ચોકાવનારો કિસ્સો ઘણા વર્ષો પહેલાંનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે 2019 માં સાબરકાંઠાના હિંમતનગર થી 22 કિલોમીટર દૂર આવેલા ચાંપલાનાર ગામમાં એક અનોખા લગ્ન થયા હતા.

લગ્નના આગલા દિવસે 27 વર્ષના વરરાજા અજય બારોટને હલ્દી લગાવવામાં આવી હતી અને રાત્રે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે લગ્નના દિવસે વરરાજો અજય બારોટ શેરવાની પહેરીને તૈયાર થયો હતો અને ઘોડે ચડ્યો હતો. જ્યારે ગામમાંથી જાણ પસાર થાય ત્યારે 200 જેટલા લોકો અજય બારોટની જાનમાં જોડાયા હતા.

એટલો જ નહીં પરંતુ અજય બારોટના ઘરે 800 લોકોનું જમણવાર પણ કરવામાં આવ્યું હતું. બધા લગ્ન કરતા આ લગ્ન માત્ર એક જ વસ્તુનો ફરક હતો. દુલ્હન વગર જ અજય બારોટ ની જાન કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર અજય બારોટ માનસિક રીતે. અજયની ઈચ્છા પૂરી કરવા માટે તેમના પિતરાઈ ભાઈઓએ અજયનો વરઘોડો કાઢ્યો હતો.

અજયની માતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. પિતાએ તેને મોટો કર્યો છે. અજયને હિંમતનગરની મંદબુદ્ધિ સંસ્થામાં મૂક્યો હતો. જ્યારે વેકેશન હોય ત્યારે તે ઘરે આવતો અને બીજા લોકોને જાન જોઈને તે પોતાના કાકાને કહેતો હતો કે મારે પણ લગ્ન કરવા છે. ત્યારે કાકાએ નક્કી કર્યું કે દિવ્યાંગ ભત્રીજાની ઈચ્છા પૂર્ણ કરશે.

ત્યારબાદ પરિવારના સભ્યોએ સાથે મળીને અજયનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું, આ ઉપરાંત અજયને આ લગ્નની કંકોત્રી પણ છપાવવામાં આવી અને ઘરે પુજારીને બોલાવીને વિધિઓ પણ કરવામાં આવી. આ ઉપરાંત અજયનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જમણવાર પણ કરવામાં આવ્યું.

આ તમામ વિધિઓથી અજય ખૂબ જ ખુશ થઈ ગયો હતો. અજયની લગ્નની કંકોત્રી છપાવવામાં આવી તેમાં દુલ્હનનું નામ જ લખેલું ન હતું. અજયના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અજય માટે પાત્ર શોધવું ખૂબ જ અઘરું હતું. તેને જે પ્રકારની ડિસેબિલિટી છે તે જોતા તેના સાચા લગ્ન કરવા લગભગ અશક્ય હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાબરકાંઠામાં નીકળી અનોખી જાન..! દુલ્હન વગર વરરાજાએ ઘોડે ચડીને ધામધૂમથી જાન કાઢી, કારણ જાણીને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*