સુરતના જાગૃત પાટીદાર યુવકની લગ્નની અનોખી કંકોત્રી, સમાજમાં જાગૃતતા આવે તે માટે કંકોત્રીમાં એવા સાત વચનો લખ્યા કે…વાંચીને તમે પણ વાહ વાહ કરશો…

Published on: 12:44 pm, Wed, 8 February 23

હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટેભાગના લોકો સમાજમાં જાગૃતતા આવે તે માટે લગ્નની કંકોત્રીની અંદર સમાજલક્ષી મેસેજો છપાવતા હોય છે.

ત્યારે સુરતના વિકાસ રાખોલીયા નામના વ્યક્તિની લગ્નની કંકોત્રીની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેયબાજુ ચાલી રહી છે. 11 ફેબ્રુઆરીના રોજ વિકાસ રાખોલીયા પોતાના જીવનસાથી સાથે સાથે જિંદગીના સાથ ફેરા ફરવા જઈ રહ્યા છે. ત્યારે તેમને પોતાના લગ્નની કંકોત્રી દ્વારા સમાજને સપ્તપદીના સાત વચનો રૂપી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

સમાજમાં જાગૃતતા આવે તે માટે વિકાસ રાખોલીયાએ પોતાની લગ્નની કંકોત્રીની અંદર સાત વચન છપાવ્યા છે.

1. વૃક્ષો વાવએ અને વવડાવીએ.
2. ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ.
3. વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ.
4. લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.
5. રક્તદાન કરીએ અને કરાવીએ.
6. ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ.
7. સમાજ કે રાષ્ટ્રીય માટે હંમેશા વફાદાર રહીએ.

આ ઉપરાંત કંકોત્રી ની અંદર છપાવ્યું છે કે, પ્રસંગની શરૂઆતમાં રાષ્ટ્રગીત થશે. આ લગ્નની કંકોત્રીની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. સાત વચાનો વાંચીને લોકો રાખોલીયા પરિવારના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

વિગતવાર વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામના વતની એવા વિકાસ અશોકભાઈ રાખોલીયાની સગાઈ રિદ્ધિ વાડોદરિયા સાથે નક્કી થઈ હતી. સગાઈ છે ત્યારે પણ વિકાસભાઈ સેવાકીય કાર્ય કર્યું હતું. વિકાસભાઈ અને તેમના ભાવી પત્ની રિદ્ધિબેને પોતાની સગાઈમાં ખોટા ખર્ચા કરવાને બદલે તે રકમો બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ્યા.

અને જે પણ જરૂરિયાત મંદ બાળકોને ખરેખર ભણવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા બે બાળકોને સિલેક્ટ કરીને તેમનો ભણવાનો તમામ ખર્ચો ઉપાડ્યો. વિકાસ રાખોલીયા અને રિદ્ધિ વાડોદરિયાના લગ્ન 11 ફેબ્રુઆરીના રોજ થવાના છે. બંનેની લગ્નની કંકોત્રીની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. આ અનોખી કંકોત્રી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના જાગૃત પાટીદાર યુવકની લગ્નની અનોખી કંકોત્રી, સમાજમાં જાગૃતતા આવે તે માટે કંકોત્રીમાં એવા સાત વચનો લખ્યા કે…વાંચીને તમે પણ વાહ વાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*