રાજકોટની અંદર ખુલ્લી અનોખી બેંક, આ બેંકમાં રૂપિયા નહીં પરંતુ પોતાની “ચિંતા” જમા કરાવવાની રહેશે… જાણો આ બેંક વિશે વિગતવાર…

મિત્રો રાજકોટ શહેરની અંદર એક અનોખી બેંક ખુલી છે. જેનું નામ “ચિંતા બેંક” રાખવામાં આવ્યું છે. આ બેંકની અંદર રૂપિયાની કોઈપણ લેવડદેવડ કરવામાં આવશે નહીં. પરંતુ આ બેંકની અંદર દરેક સમાજના લોકો પોતાના પારિવારિક, સામાજિક, આર્થિક કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તે જમા કરાવી શકશે. જેના વળતરમાં એ લોકોને પોતાની સમસ્યાનું નિરાકરણ મળશે.

આજના યુવાનોને નવી દિશામાં હેતુ મળે તે માટે સૌરાષ્ટ્ર રહેવા પટેલ યુવા સમાજ દ્વારા આ અલગ પ્રકારની બેંક શરૂ કરવામાં આવી છે. 8 જાન્યુઆરીના રોજ આ બેંક ખુલ્લી મુકવામાં આવી છે. આ બેંકની અંદર તમે પોતાની ચિંતા જમા કરાવી શકો છો. ત્યારથી અત્યાર સુધીમાં આ બેંકે અનેક લોકોની ચિંતા દૂર કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અત્યાર સુધીમાં 500થી વધુ કિસ્સાઓમાં છૂટાછેડા, ભાગીદારોનો ઝઘડો, વ્યસન, જમીન મકાન કબજાની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ બેંક રાજકોટ ની અંદર આર.કે.એમ્પાયર, બાપા સીતારામ ચોક, મહુડી રોડ, 150 ફૂટ રીંગ રોડ ખાતે ખોલવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આ બેંક ખોલવામાં આવશે.

આ બેંક કેવી રીતે કામ કરશે તેના વિશે વાત કરીએ તો. સંસ્થાની ઓફિસમાં એક પેટી મૂકવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાની ચિઠ્ઠી નાખી શકશે. ત્યારબાદ તે ચિઠ્ઠી ખોલીને વાંચવામાં આવશે. જે સમાજની હોય તે સમાજના આગેવાનોને સાથે રાખવામાં આવશે. જેને પોતાની ચિંતા રજૂ કરી છે તે વ્યક્તિને પહેલા સાંભળવામાં આવશે.

જો તેને કોઈ વ્યક્તિ સાથે પ્રશ્ન કે ઝઘડો હશે તો તેને પણ સાથે રાખીને બંનેના પ્રશ્નો સાંભળવામાં આવશે. ત્યારબાદ બનેલી સમસ્યાનું નિરાકરણ લાવવામાં. આ ઉપરાંત આર્થિક કે કોઈ અન્ય સમસ્યા હોય તો તેની તે રીતે મદદ અને તેને માર્ગદર્શન આપવામાં આવશે. આ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ દેસાઈ અને તેની ટીમ આ કાર્ય કરવા માટે કામ કરશે.

બેંકની અંદર મૂકવામાં આવેલી ચિંતા પેટી અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમ અને ગુરુવારે ખોલવામાં આવશે. ત્યારબાદ અંદર પડેલી તમામ ચિઠ્ઠીઓ વાંચવામાં આવશે અને તમામ લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. હાલમાં ચારેય બાજુ આ વાતની ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો આ કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*