સુરત શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. સુરતમાં વેલંજામાં ઘરની નજીક રમી રહેલા બે વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળક ઘરની નજીક રમી રહ્યો હતો, ત્યારે સોસાયટીના એક વ્યક્તિએ બાળકના શરીર ઉપર કાર ચડાવી દીધી હતી.
આ ઘટનામાં માસુમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. માત્ર બે વર્ષના દીકરાનું કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના છેવાડે આવેલા વેલંજા ખાતે સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ નામના વ્યક્તિનો બે વર્ષનો દીકરો કશ્યપ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો.
દીકરો ઘરની બહાર રમતો હતો ત્યારે સોસાયટીમાંથી પસાર થતી એક ગાડીએ તેને કચડી નાખ્યો હતો. આ ઘટના બનતા જ કશ્યપના પરિવારના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી દીકરાને કારની નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે માસુમ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
જાણવા મળી રહ્યો છે કે સોસાયટીમાં રહેતા વ્યક્તિનું ધ્યાન ન રહ્યું આ કારણોસર બાળક ઉપર તેની કાર ચડી ગઈ હતી. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતાં જ પરિવારના લોકોને સોસાયટીના લોકોનો માતમ છવાઈ ગયો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનો દાખલ કરીને વધુમાં તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment