આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને અકસ્માતમાં એક વ્યક્તિનું ભૂલના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ માનવો પડે છે ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રની છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના બુલઢાણા માં લોખંડની આરટીઓ થી ભરેલો એક ટ્રક અચાનક પલટી ખાઇ ગયો છે.
આ સમગ્ર અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટના આજરોજ બપોરના બે વાગ્યા આસપાસ બુલઢાણા સિંગખેડાજા ખાતે આ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રકની અંદર કુલ 16 લોકો સવાર હતા તેમાંથી ત્રણ એ લોકો જ બચ્યા છે.
બાકી 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ત્રણે લોકોને ઇજા પહોંચી છે અને ઈજાના કારણે તેઓને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણે વ્યક્તિઓની હાલત ખુબ જ નાજુક છે.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. ટ્રકમાં સવાર તમામ લોકો કામ માટે મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસના જણાવ્યા મુજબ હાઇવેના તાડેગાંવ-દાસરબીડ વિભાગ માંથી પસાર થઈ રહ્યો હતો.
ફુલ ઝડપમાં જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક ટ્રક પર પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ટ્રક પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં 8 લોકોના તો ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ હતા.
અને બાકીના લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાકીના 5 લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત આ સમગ્ર ઘટનામાં કુલ ૧૩ લોકોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment