આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સૂર્યપ્રકાશ રેસીડેન્સી કેમ્પસમાં એક અજાણ્યા વાહનચાલકે સાડાત્રણ વર્ષના બાળકને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રે બની હતી.
મોડી રાત્રે બાળકના મૃત્યુના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકના પિતાએ જણાવ્યું કે ‘અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવતી રહેશે તે અમને જોશે, બસ એ જ મારી યાદ રહેશે.
પ્રદ્યુમન મેલા બાળકના પરિવારે બાળકની આંખ ડોનેટ કરી છે. આ ઉપરાંત બચ્યું પામેલા બાળકની આંખ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડોક્ટર પ્રફુલ શિરોયા એ જણાવ્યું છે.
આ ઉપરાંત ડોક્ટર પ્રફુલ એ જણાવ્યું કે બાળકની આંખ ભાગ્યે જ દાન કરવામાં આવે છે અને બાળક નિદાન કરી આંખોથી કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયામાં રંગ ભરી શકાય છે.
મળતી માહિતી મુજબ બાળક સંજય કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં તેના બાળ મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે એક સફેદ કલરની કાર બાળક ને ટક્કર મારીને ત્યાંથી રફુચક્કર થઇ ગઇ હતી. બાળકનું નામ સેવર છે. આ સમગ્ર ઘટના બનતા સોસાયટીવાળા ત્યાં ભેગા થઇ ગયા હતા અને તે લોકો આ સમગ્ર ઘટના જોઇને ધ્રુજી ગયા હતા.
તેમના પરિવારને આ જાણ થતાં તેઓ તાત્કાલિક કોમ્પલેક્ષમાં આવી ગયા હતા અને પોતાના ઇજાગ્રસ્ત બાળકને જોઈને તેના પરિવારનો છૂટી ગયો હતો. માથાના ભાગમાં ઇજા થવાને કારણે બાળકનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!