આને કહેવાય મિત્રતા! એક મિત્ર કેનાલમાં ડૂબી જતો હતો ત્યારે બીજો મિત્ર તેને બચાવવા ગયો, ત્યારે બંને મિત્રો ના મૃત્યુ…

Published on: 3:05 pm, Fri, 20 August 21

આજકાલ અવારનવાર ઘટનાઓ બની રહી છે જેમાં છેલ્લા થોડાક દિવસથી નદીમાં નહાવા પડેલા લોકોની ડૂબવા જવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. જ્યારે તે ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઠાસરાની સ્કૂલ પાસે આવેલી સેટ શાખાની કેનાલમાં બે મિત્રો નાહવા પડ્યા હતા.

ત્યારે એક મિત્ર પાણીના પ્રવાહમાં લુપ્ત થતો હતો ત્યારે બીજો મિત્ર તેને બચાવવા ગયો ત્યારે બીજો મિત્ર પણ ડૂબી ગયો. બંને મિત્રોનાં એક સાથે જ નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયા.

ડૂબી ગયેલા બંને મિત્રો માંથી 24 વર્ષના અજય કનુભાઇ વાઘેલા નો જન્મદિવસ હતો. તેનો જન્મદિવસ હોવાના કારણે તેના મિત્ર સુનિલ સાથે ફરવા નીકળ્યો હતો. સુનિલ ની ઉંમર 23 વર્ષની છે.

આ બંને મિત્રો સાથે અન્ય ત્રણ મિત્રો પણ હતા. પાંચેય મિત્રો સાંજે સાત વાગ્યાની આસપાસ ખાસ રાની સચ્ચિદાનંદ સ્કૂલ પાસે આવેલી શેઢી શાખાની કેનાલના બ્રિજ પર પહોંચ્યા હતા.

આ પાંચે મિત્રોમાંથી એક મિત્ર અજય હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો અને લગભગ થવાના કારણે તે કેનાલમાં ડૂબવા લાગ્યો હતો.

ત્યારે તેનો મિત્ર તેને બચાવવા માટે કેનાલમાં કૂદી ગયો હતો અને પાણી હોવાના કારણે તે પણ કેનાલમાં ડૂબી ગયો હતો. આ ઉપરાંત બાકીના મિત્રો અજય અને સુનીલ ને બચાવવામાં સફળ રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને લાંબી મહેનત બાદ બંને મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!