ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. દિવસેને દિવસે રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચાણસ્મા તાલુકાના ધીણોજથી પલાસર રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. અહીં એક ટ્રક ચાલકે કારને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કરના કારણે કારમાં સવાર લુણપુરના સરપંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલક સામે મૃતકના પરિવારજનો એ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ડીસા તાલુકાના જાબડીયા ગામમાં રહેતા સીતારામ ભાઈ શંકરભાઈ ઠક્કરને મહેસાણાની મૈત્રી હોસ્પિટલમાં જમણી આંખ બતાવવાની હોય એટલે પોતાના મિત્ર ડીસા તાલુકાના લુણપુર ગામના સરપંચ પ્રહલાદ જી સાલુજી સોલંકી સાથે સોમવારના રોજ સવારે GJ 09 IC 0609 નંબરની અલ્ટો કાર લઈને મહેસાણા આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં ડોક્ટર ને આંખ બતાવીને તેઓ જાબડીયા જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બપોરના સમયે પલસરના પાટીયા નજીક GJ 02 ZZ 9779 નંબરના ટ્રક ચાલકે તેમની અલ્ટો કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટ્રક ની અંદર ગેસના બાટલા ભરેલા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પ્રહલાદજી અને સીતારામ ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે પ્રહલાદજી કાર ચલાવી રહ્યા હતા.
આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રહલાદજીનું મૃત્યુ થતાં તેમના પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલી છે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment