ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ભાવનગરની અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા પરિવારના દંપતી પોતાની ત્રણ દીકરીઓ સાથે બાઈક પર ભાલ પંથકના ગામડામાંથી લગ્નમાં હાજરી આપીને ભાવનગર તરફ આવી રહ્યા હતા.
જ્યારે માઢીયા ગામ પાસે બાળકીઓને તરસ લાગે છે તે માટે બાળકીના પિતા બાઈક સાઈડ માં રાખી ને બાળકીઓને પાણી પીવડાવી રહ્યા હોય છે. ત્યારે એક બેકાબૂ ટ્રકચાલક બાળકીઓને અડફેટેમાં લે છે. જેમાં એક બાળકીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થાય છે.
અન્ય બે બાળકીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે તેને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે. અકસ્માતમાં 2 વર્ષની બાળકીનું મૃત્યુ થાય છે. અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે લઈને રફૂચક્કર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માત બન્યો ત્યારે ત્યાંથી તલાટી મંત્રી પસાર થઈ રહ્યા હતા તે પોતાના વાહનમાં બાળકીઓને બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment