જો 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો બનશે આ વ્યકિત મુખ્યમંત્રી,આ બે નામો છે સૌથી વધારે ચર્ચામાં

Published on: 9:51 am, Fri, 10 December 21

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં ઘણી વાર લગાડી તેનું એક કારણ એ પણ છે કે પક્ષે રાજ્યનું સુકાન જેમને આપ્યું છે તેઓને ટિકિટના આપવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના અંત્યંત નજીકના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે

અને માત્ર પક્ષને ગુજરાતમાં ચૂંટણી લડવાની મહત્ત્વપૂર્ણ કામગીરી કરશે, તેઓ નિર્ણય લેવાયો છે અને જગદીશ ઠાકોરે સહમતી આપી છે.આથી તેઓ માત્ર પક્ષનું સુકાન સંભાળશે પરંતુ મુખ્યમંત્રીના દાવેદાર નહીં બને તેમ જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં મુખ્યમંત્રી તરીકે કોનો ચહેરો આગળ કરશે તે રસપ્રદ બની રહેશે.

હાર્દિક પટેલ કે જીગ્નેશ મેવાણી ને અનુભવના અભાવે અડી જાય તેમ છે ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા ભરત સિંહ સોલંકીનું નામ લેવામાં આવી રહ્યું છે. ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ પાટીદાર મુખ્યપ્રધાન તરીકે આપવાની માગણી કરી હતી

અને જગદીશ ઠાકોર નું નામ જાહેર થતાની બીજા દિવસે ભરતસિંહ નરેશ પટેલને બંધ બારણે મળ્યા હતા. ત્યારે આ મુલાકાત ઘણી સૂચક સાબિત થઈ શકે છે. સોલંકી ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને અમિત ચાવડા જેવા દિગ્ગજો છે ત્યારે આ અંગે પક્ષ ફોડ પાડશે ત્યાં સુધી અટકળોનું બજાર ગરમ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!