કઠલાલ-કપડવંજ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ટેન્કરમાં ઘૂસી ગઈ – કારમાં સવાર 4 લોકોના મૃત્યુ…

Published on: 10:08 am, Fri, 10 December 21

ગુજરાત રાજ્યના અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કઠલાલ-કપડવંજ રોડ પર મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

ઘટનાની જાણ થતા આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર કંઠલાલ-કપડવંજ રોડ પર ઓલપાડ ઝડપથી જઈ રહેલી કાર ટેન્કરને ઓછો કરવા જાય છે અને તે દરમિયાન કાર ચાલક સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવે છે. કારને ટેન્કરમાં ઘુસાવી દે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા જ્યારે અન્ય લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કઠલાલ-કપડવંજ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ટેન્કરમાં ઘૂસી ગઈ – કારમાં સવાર 4 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*