રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ બની રહે છે. અને અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે તેવી છે ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરની છે અને અકસ્માત દરમિયાન 17 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર ઓવરબ્રીજ પર એક યુવતી પોતાની સાઇકલ લઇને ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ડમ્પર ચાલકે યુવતીને ટક્કર મારી હતી અને યુવતી પર ડમ્પર ચડાવી દીધો હતો.
આ સમગ્ર ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ અકસ્માત થયા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના કારણે ઓવરબ્રિજના બંને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયું હતું.
સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાની યુવતીના પરિવારને જાણ કરી હતી અને યુવતીના પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઉપરાંત મળતી માહિતી મુજબ માં જ્યારે યુવતી ઓવરબ્રીજ પર સાયકલ લઈને જઈ રહી હતી.
ત્યારે અન્ય વાહને યુવતીને ટક્કર મારી હતી અને તેના કારણે યુવતી ડમ્પર ચાલકની અડફેટેમાં આવી ગઈ હતી. ત્યાર બાદ યુવતીને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment