ફુલ ઝડપથી આવતી કાર અચાનક ઘૂસી ગઈ રોડ પર ઉભેલા ટ્રક માં…

Published on: 11:30 am, Thu, 12 August 21

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે તેવી ઘટના સામે આવી છે આ ઘટના 9 ઓગસ્ટ ની છે. મળતી માહિતી મુજબ જબલપુરમાં બપોરે બે વાગે એક અકસ્માત થયું હતું આ અકસ્માતમાં કારનો ભૂક્કો થઈ ગયો હતો.

મળતી જાણકારી મુજબ એક ફૂલ ઝડપથી આવતી કાર અચાનક વડ પર ઉભેલા ટ્રક માં ઘુસી ગઈ હતી. જેમાં કાર ચાલક જે સિહોરના નિવાસી જેમની ઉંમર 24 વર્ષની હતી. અકસ્માત દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સિહોરના વોર્ડ નંબર 10ના નિવાસી અંકિત ઉર્ફે ચીનુ વાસુદેવ પોતાની કાર લઇને જબલપુર આવી રહ્યા હતા. તેની સિહોરમાં ટ્રેક્ટર ની એજન્સી છે.

ત્યારે મળતી માહિતી મુજબ કુસમેર બાયપાસ રોડ પર તેઓ પહોંચ્યા ત્યારે રોડના કિનારે એક ટ્રક ઉભો હતો ત્યારે કારે ટ્રક સાથે જોરદાર ટક્કર લીધી હતી. આ સમગ્ર અકસ્માતમાં કારનો ભૂક્કો થઈ ગયું હતું અને કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માત થયા બાદ આસપાસ લોકોની ભીડ જામી ગઇ હતી અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. કારના રજીસ્ટર નંબર અને મોબાઈલ નંબર થી અનિકેતની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમના પરિવારજનોને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!