રાજ્યમાં આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. કોઈપણ જગ્યાએ ગમે ત્યારે અકસ્માતો થઈ જાય છે. ઉપરાંત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે અમુક અકસ્માત એવા હોય છે કે જેમાં અકસ્માતમાં કોઈનું મૃત્યુ થતું નથી.
ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વધઇના આરટીઓ ચેકપોસ્ટ નજીક શેરડી થી ભરેલો એક ટ્રક રસ્તા પર લાગેલા સીસીટીવી એન્ટ્રી ગેટ સાથે ટકરાઇ છે અને ટ્રક પલટી ખાઈ જાય છે.
આ અકસ્માતમાં સરકારના સીસીટીવી ગેટ સહિત કૅમેરા ને નુકસાન પહોંચે છે. સમગ્ર ઘટનાને લઈને વધઇ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટ્રક નાસીકથી સુરત તરફ શેરડી નો જથ્થો લઈને જઈ રહ્યો હતો. ત્યારે MH 16 AI 2727 નંબરના ટ્રકે બુધવારે વધઇના.
જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે બેકાબૂ બનેલા ટ્રકે માર્ગ પર લાગેલા સીસીટીવી કેમેરાના એન્ટ્રી ગેટ સાથે ટક્કર લીધી હતી. આ અકસ્માતમાં સીસીટીવી એન્ટ્રી ગેટ સહિત કૅમેરા ને નુકસાન થયું છે.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ટીમ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment