ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના ગેટ એક ડોક્ટરે રૂમાલ વેચતી મહિલાને 50 ફૂટ ઘસડી, જાણો શા માટે ડોક્ટરે કર્યું આવું….

Published on: 9:56 am, Fri, 27 August 21

રાજ્યમાં મહિલા સાથે અવારનવાર ઘટનાઓ બની રહી છે. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની જોરશોરથી વાતો કરી રહી છે. ત્યારે ગાંધીનગરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ના ગેટે એક ડોક્ટરે ગેટ પર બેઠેલી મહિલા અને 50 ફૂટ ઘસડી છે.

મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના એમ છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઝરીનાબેન સુભાન કટિયા નામની મહિલા પોતાનું ગુજરાન ચલાવવા માટે સિવિલ હોસ્પિટલ ના ગેટે હાથરૂમાલ સહિતના કપડા વેચતી હતી.

ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓથોપેટીક વિભાગના હેડ તરીકે ફરજ બજાવતા ડોક્ટર વિકી પરીખે મહિલાને 50 ફૂટ ઘસડી હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની ભોગ બનેલી મહિલાએ કહ્યું હું સિવિલ હોસ્પિટલના દરવાજે બેસી ને મારો વેપાર કરું છું.

મારા પતિનું અવસાન થયું છે અને મારે કોઈ સંતાન નથી. આ સમગ્ર ઘટના શનિવારની છે. મહિલાએ કહ્યું આ સમગ્ર ઘટના શનિવારની છે શનિવારના રોજ ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાથી હું સિવિલ હોસ્પિટલના ગેટની બીલકુલ નીચે બેઠી હતી.

ત્યારે ડોક્ટરે આવીને મને ન કહેવાનું કહ્યું તને મારા સમ નો થેલો ઉપાડી ને ફેક્વા જઈ રહ્યા હતા. ત્યારે હું મારા સામાન સાથે ઘસડાઇ રહી હતી. છતાં પણ ડોક્ટરે મારો થેલો છોડીઓને અને મને 50 ફૂટ જેટલી ઘસડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!