હોટલમાં અચાનક જ ભયંકર આગ લાગી, ગૂંગળાઈ જતા 8 લોકોના કરુણ મૃત્યુ, દ્રશ્યો જોઈને લોકોના રુવાટા ઉભા થઈ ગયા…જુઓ ઘટનાનો વડીયો…

Published on: 10:14 am, Tue, 13 September 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જ યુનિટમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દર્દના ઘટના હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં બની હતી.

અહીં આવેલી રુબી હોટલમાં આગ લાગવાના કારણે 8 લોકોના મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને હૈદરાબાદના કમિશનરે કહ્યું કે, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રીક સ્કૂટર રિચાર્જ યુનિટ હતું.

જ્યાંથી આગ લાગી હતી. પહેલા માળે અને ત્યારબાદ બીજા માળે ધુમાડો ભરાઈ જતા ગૂંગળાઈ જવાથી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ધુમાડો ખૂબ જ વધારે હોવાના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ ઉપરાંત બાકીના લોકોને આવ્યા છે. મૃતકના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.  જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે હોટલની અંદર 25 જેટલા લોકો હતા. કેટલાક લોકો તો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર કૂદી પડ્યા હતા.

આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સોમવારના રોજ 9:30 વાગ્યાની આસપાસ બની હતી. હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઇલેક્ટ્રીક સ્કૂટી ઉભી હતી. જેમાંથી આગ લાગવાનું શરૂ થયું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે. આગ કયા કારણોસર લાગી તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી

આ સમગ્ર ઘટના બની આ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયરૂપે 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં સૌપ્રથમ મૃત્યુનો આપણો 6 લોકોનો આવ્યો હતો. ત્યારબાદ વધીને તે આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હોટલમાં અચાનક જ ભયંકર આગ લાગી, ગૂંગળાઈ જતા 8 લોકોના કરુણ મૃત્યુ, દ્રશ્યો જોઈને લોકોના રુવાટા ઉભા થઈ ગયા…જુઓ ઘટનાનો વડીયો…"

Leave a comment

Your email address will not be published.


*