એક્સપ્રેસ વે પર ત્રણ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… 4 લોકોના દર્દનાક મોત…

Published on: 1:15 pm, Sat, 7 October 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના આજરોજ સવારના સમયે બની હતી. આ ઘટનામાં એક ખરાબ થયેલા ટ્રક સાથે કોલસાથી ભરેલો ટ્રક અથડાયો હતો. જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના હરિયાણાના નુહ જિલ્લામાંથી પસાર થતા કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર બની હતી.

જાણવા મળી રહ્યું છે કે, એક ટ્રકમાં અચાનક જ ખરાબી આવી ગઈ હતી. જેના કારણે ટ્રક ડ્રાઈવરિટ ટ્રક ઉભો રાખ્યો હતો અને તે ટ્રકમાં રીપેરીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક્સપ્રેસ વેપર તળાવ અને વળાંકના કારણે કોલસા ભરેલા ટ્રકના ચાલકને આગળ ઉભેલો ટ્રક દેખાયો જ નહીં.

જેના કારણે કોલસાથી ભરેલો ટ્રક ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. જેના કારણે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ લીધા હતા અને તેમની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે, ખરાબ થયેલા ટ્રક સાથે કોલસાથી ભરેલો ટ્રક અથડાયો હતો. ત્યાર પછી તો અન્ય એક ટ્રક પણ આ બંને ટ્રક સાથે અથડાયું હતું અને પછી તે ટ્રક બેકાબુ બનીને રસ્તાની બાજુમાં ઊંડા ખાડામાં પડ્યો હતો. ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક્સપ્રેસ વે પર ત્રણ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… 4 લોકોના દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*