નેશનલ હાઈવે પર પીકપઅ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ…

દેશભરમાં દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માત આટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે નેશનલ હાઈવે પર આજરોજ સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અહીં દિલ્હી-લખનઉ હાઇવે પર લેન બદલી રહેલા પિકઅપના ડ્રાઇવર અને કંડકટરને પાછળથી આવતા એક કન્ટેનરે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં દર્દનાક મોત થયું છે. જ્યારે કંડકટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ લોકો કાંઈ સમજે તે પહેલા તો કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પછી પોલીસે મૃત્યુ પામેલા પીકઅપના ડ્રાઇવરના મૃતદેહ કબજે લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટના ને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને તેની તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*