ડાંગમાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે રિબાઈ રિબાઈને મોત…

Published on: 5:19 pm, Wed, 26 July 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને ખાસ કરીને મોટેભાગની અકસ્માતની ઘટનાઓ વધુ સ્પીડના કારણે બની રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના ડાંગના કોદમાળ ગામમાંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના અટલી ભયંકર હતી કે એક બાઇક સવાર યુવકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ જયેશભાઈ અર્જુનભાઈ ગાયકવાડ હતું. જયેશભાઈ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે રહેતા હતા. મળતી માહિતી અનુસાર જયેશભાઈ એક કુરિયર કંપનીમાં ડીલેવરી બોય તરીકેનું કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર જયેશભાઈ સાંજના સમયે આહવાથી પોતાના ઘર તરફ લઈને જતા હતા.

આ દરમિયાન રસ્તામાં વેળા કોદમાળ નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે, જયેશભાઈ જઈ રહ્યા હતા ત્યારે ઝડપમાં આવતી બાઈક સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં જયેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર ઘટના સ્થળે છે, તેમનું મોત થઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માત સર્જનાર અજીત રામદાસ પવાર નશાની હાલતમાં હતો. આ અકસ્માતની ઘટનામાં તેને પણ નાની મોટી ઈચ્છા પહોંચી છે અને હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. જયેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડાંગમાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે રિબાઈ રિબાઈને મોત…"

Leave a comment

Your email address will not be published.


*