બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં સર્જાયો ભયંકર અકસ્માત…એક યુવકનું ઘટના સ્થળે મોત…

Published on: 4:11 pm, Sat, 19 August 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક 28 વર્ષનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આસપાસના લોકો મદદ માટે આવ્યા હતા અને યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા યુવક અને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રોહિત મૌર્ય હતું. રોહિત રાયબરેલીથી મહારાજગંજ તરફ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી ઝડપી બાઈક અને રોહિતની બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં રોહિત મૌર્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી ઇજાગ્રસ્ત થયેલા રોહિતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું અને રોહિતનું મોત થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બીજી બાઇક પર સવાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. રોહિતના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં સર્જાયો ભયંકર અકસ્માત…એક યુવકનું ઘટના સ્થળે મોત…"

Leave a comment

Your email address will not be published.


*