રોડ પર જતું ટ્રેક્ટર અચાનક જ પલટી ખાઈ જતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે દર્દનાક મોત…

Published on: 6:25 pm, Fri, 1 September 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો ના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેમાં લોકો મૃત્યુ પામે છે અને ઘણા અકસ્માતોમાં લોકોને સામાન્ય ઇજાઓ થાય છે. ઘણા અકસ્માતોમાં તો લોકોનો ચમત્કારિક બચાવ પણ થાય છે, હાલમાં આવો જ એક અકસ્માતનો કિસ્સો વિસનગરમાંથી સામે આવ્યો છે.

વિસનગર તાલુકાના ગણેશપુરા પૂદગામ રોડ પર પૂર ઝડપે જઈ રહેલા ટ્રેક્ટર ચાલકે એકાએક સ્ટેરીંગ પર નો કાબો ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ચાલકના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરાવીને અકસ્માત નો ગુનો દાખલ કર્યો છે.

ઘટના વિશે વિગતવાર જાણીએ તો દાહોદ જિલ્લાના સાહડા માળફળિયુ ગામના છનાભાઈ ભીમાભાઇ ગણાવા છેલ્લા પાંચ વર્ષથી વિસનગર તાલુકામાં અલગ અલગ સ્થળોએ ચાલતા કન્ટ્રક્શનના કામોમાં ઠેકેદારની કામગીરી કરતા હતા. છનાભાઈ બુધવારના રોજ ટ્રેક્ટર લઈને વિસનગર મજૂરોને પૈસા આપવા નીકળ્યા હતા.

જેવો ગણેશપુરા રોડ પર પૂર ઝડપે પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન છનાભાઈએ ટ્રેક્ટરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પરિવારને જાણ થતા દીકરા રાહુલભાઈ છનાભાઈ સહિત તેમના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા છનાભાઈના મૃતદેહને વિસનગર સિવિલમાં લાવીને પોસ્ટમોટમ કરાવી આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ પર જતું ટ્રેક્ટર અચાનક જ પલટી ખાઈ જતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*