વલસાડ પાસે હાઇવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… પત્નીની નજર સામે પતિનું દર્દનાક મોત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો મુંબઈ શહેરના મલાડ વેસ્ટમાં નર્સિંગ લેનમાં ધીરેનભાઈ પારેખ નામના વ્યક્તિ પોતાની પત્ની કલ્પનાબેન પારેખ સાથે રહે છે.

ધીરેનભાઈ કોઈ કામકાજ હોવાના કારણે પોતાની પત્ની સાથે રાજસ્થાન ગયા હતા. રવિવારના રોજ સાંજના સમયે તેઓ કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. ત્યારે નેશનલ હાઈવે પર વલસાડ પાસે સામેની સાઈડમાં આવી રહેલી એક SUV કાર અચાનક જ બેકાબુ બની ગઈ હતી.

જેના કારણે SUV કાર ધીરેનભાઈની કારને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ધીરેનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, આ ઘટનામાં તેમના માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમનું મોત થયું હતું. જ્યારે ધીરેનભાઈની પત્ની અને કારના ડ્રાઇવરને ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ પારેખ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા ધીરેનભાઈ પારેખ શ્રીજી બ્રાઇડલ નામનો ડિઝાઇનર ઇમિટેશન જ્વેલરીનો શોરૂમ ચલાવે છે.

તેઓ એક કામકાજથી રાજસ્થાન ગયા હતા. ત્યાં કામ પતાવીને રવિવારના રોજ સાંજના પોણા છ વાગ્યાની આસપાસ તેઓ મુંબઈ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની અને કારનો ડ્રાઇવર હાજર હતા. ત્યારે રસ્તામાં મુંબઈથી સુરત જતી કારે ધીરેનભાઈની કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે મુંબઈથી સુરત જતી કારના ડ્રાઈવરે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી કાર ડિવાઈડર કૂદીને બીજી સાઈડમાં જતી રહી હતી. આ દરમિયાન બીજી સાઈડમાં જતી ધીરેનભાઈની કાર સાથે તે કારની જોરદાર ટક્કર થઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*