મિત્રો આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. જેમાં દરેક મંદિર અલગ અલગ કહાની સાથે જોડાયેલા છે અને દરેક મંદિરના અલગ ચમત્કાર છે. ત્યારે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવાના છીએ જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય.
આ મંદિર વલસાડથી આઠ કિલોમીટરના અંતરે પાનેરાના ડુંગર પર આવેલું છે. આ મંદિરમાં મહાકાળી માતા, નવદુર્ગા અને દેવી ચંદ્રિકાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ત્રણ મુખ વાળા ચામુંડા માની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, નવરાત્રીના દિવસ હોય ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. દૂર દૂરથી લોકો અહીં આવે છે પછી અહીં ડુંગરો ચડીને ત્રણ મુખવાળા ચામુંડા માતાજીના દર્શન કરે છે.
મંદિર પાસે એક વાવ પણ આવેલી છે અહીં આસો સુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં મેળામાં આવે છે. અહીં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને નવરાત્રિના દિવસોમાં તો અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment