અશક્ય લાગતું હતું એવું કામ માત્ર માં મોગલનું નામ લેવાથી 24 કલાક પૂર્ણ થઈ ગયું, માનતા પૂરી કરવા મોગલ ધામ આવ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

માં મોગલ ના પરચા અપરંપાર છે જ્યારે બાળકને તકલીફ પડે ત્યારે તે માં મોગલને અચૂક યાદ કરે છે. તેથી જ તો માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે ત્યારે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી જ સમસ્યાઓ પણ દૂર થાય છે.

માં મોગલ એ આજ દિન સુધી લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે તેનું એકમાત્ર કારણ કે ભક્તો માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતાઓ માને છે. માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ મોગલ ની ખ્યાતિ ફેલાયેલી છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક મહિલા છેક માસકટથી પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉ ધામ આવી પહોંચી છે.

આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ મહિલા મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી. ત્યારે મહિલાએ જણાવ્યું કે તેનું એક કામ હતું.

તે તો અશક્ય લાગતું હતું અને આખો પરિવાર માની ગયો હતો કે આ જીવનમાં તો આ કામ જરાય નહીં પૂરું થાય. જે માત્ર માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માની કે 24 કલાક પણ ન થયા અને કામ પૂરું થઈ ગયું. તેથી પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે માં મોગલ એ તારી સો ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે અને સાચે જ કહેવાય છે કે કોઈપણ ભક્ત માં મોગલના દરવાજે આવે છે, તે હસતા મોઢે ઘરે પરત ફરે છે એવી જ રીતે આ મહિલાનું પણ માનતા પૂર્ણ થઇ અને હસતા મોઢે ઘરે પરત કરી.

માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે તમામ કામ પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*