યુવાનોમાં સૌથી વધારે ફેમસ એવા દેવાયત ખવડ ગુજરાતના આ ગામના છે, એક સમયે તેમની પાસે જમીનનો ટુકડો પણ ન હતો અને જાણો તેમના વિશે ન સાંભળેલી વાતો…

Published on: 6:55 pm, Thu, 22 September 22

આપણા ગુજરાતની ધરતી પર એવા એવા લોકગાયક કલાકારો બની ગયા છે કે જેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાનું નામ કમાઈ ચૂક્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ ડાયરાના કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને આપ સૌ ઓળખતા જશો એવા દેવાયત ખવડ કે યુવાનોને હંમેશા ખુમારી અને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા. આ દેવાયત ખવડ આજે દેશ-વિદેશમાં જાણીતા બન્યા છે.

જ્યારે પણ દેવાયત ખવડ પોતાના મોઢે રાણો રાણાની રીતે બોલે એટલે સૌ કોઈ લોકો ખુશ જોવા મળે છે અને આ દેવાયત ખવડ ના લોક ડાયરા પણ ખૂબ જ ફેમસ છે. આપણે સૌએ તેના વિશે ઘણી બધી વાતો કરી હશે ત્યારે આજે આપણે તેમના જીવન વિશે વાત કરીશું તો આજે તેઓ ખૂબ મોટા કલાકાર બની ગયા છે અને તેઓને લાખોની સંખ્યામાં તેમના લોક ચાહકો પણ છે.

ત્યારે એક સમયે એવો હતો કે તેમની પાસે કટકો જમીન પણ નહોતી અને આજે તેમને સારી એવી જીવનશૈલી જીવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં લોક ચાહના મેળવનાર દેવાયત ખવડ કે જેઓ પોતાના પ્રોગ્રામમાં હંમેશા વટ ખુમારી અને દાતારીથી વાતો કરતા જોવા મળે છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ દેવાયત ખવડ સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામના રહેવાસી છે.

જેમણે સાત ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો છે અને ત્યારબાદનું માધ્યમિક શિક્ષણ મેળવવા માટે તેમને ચાર કિલોમીટર દૂર આવેલા ગામમાં જવું પડતું અને તેમને ભણવામાં રસ હતો નહીં તેથી તેમણે ભણવાનું મૂકી દીધું હતું. ગીતો ગાવાનું શરૂ કર્યું અને પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને હાલ તો તેઓ સૌ કોઈ યુવાનોના પ્રિય બની ગયા છે અને દેશ-વિદેશમાં જાણીતા બન્યા.

આ દેવાયતભાઈ ખવડે પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને અંતે હાલ એક લોક ગાયક કલાકાર તરીકે નામના મેળવી છે. તેમના પિતા ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા અને તેમની પાસે માત્ર એક વીઘા જેટલી જમીન પણ નહોતી ને આજે તેઓ વૈભવ જીવન શૈલી જીવી રહ્યા છે.

ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે જેઓ લોકચાહકોના પ્રિય બન્યા છે. એમાંના એક એવા દેવાયત ખવડ કે તેઓ હાલ યુવાનોને સતત માર્ગદર્શન આપતા રહ્યા આ દેવાયતભાઈ ખવડે સૌ પ્રથમ તો ભજન ગાવાનું શરૂ કર્યું હતું અને એકલા ભજન ગાતા હતા તેમણે મોટા-મોટા કલાકારોને જોઈને પોતાના જીવનની નવી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેઓ ખૂબ જ મોટા કલાકાર બની ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો