સુરતના હીરાના વેપારીએ બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી ખુલ્લી પડકાર, કહ્યું કે “700 કેરેટ હીરાના પેકેટમાં કેટલા નંગ હોય તે…” જુઓ વાયરલ વિડિયો…

Bageshwar Dham Dhirendra Shastri: મિત્રો તમે બધા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને તો જરૂર ઓળખતા હશો. સુરત સહિત અમદાવાદ અને રાજકોટમાં બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે આ બધા કાર્યક્રમો અંધશ્રદ્ધા ફેલ આવે છે તેવું દર્શાવી અનેક લોકોએ બાગેશ્વર બાબાનો વિરોધ કર્યો છે. ત્યારે સુરતના હીરાના વેપારીએ ભાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી પડકાર આપતો એક વિડીયો બનાવ્યો છે.

સુરતના હીરાના વેપારી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા પર કામ કરતા સમાજ કાર્યકર જનકભાઈ બાબરીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કારના પરચો બતાવવાનો પડકાર આપ્યો છે. જનકભાઈ બાબરીયાએ કહ્યું છે કે, જો બાગેશ્વર બાબા ખરેખર ચમત્કારી હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને હું 500 થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ તેમને આપીશ અને તેમાં કેટલા હીરા છે તે બાબા બાગેશ્વર જણાવી દે તો હું તેમની દિવ્ય શક્તિઓ સ્વીકારીશ અને તમામ હીરા તેમના ચરણમાં અર્પણ કરીશ.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં આવનારી 26 અને 27 મે ના રોજ બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લિંબાયતના નીલગીરી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. જેમાં હીરાના વેપારી જનકભાઈ બાબરીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કર્યો છે.

જનકભાઈ બાબરીયાએ એક વિડીયો બનાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી પડકાર આપી છે. જનક બાબરીયાએ વીડિયોમાં જણાવ્યું કે, અંધશ્રદ્ધા, ચમત્કાર અને દિવ્ય શક્તિને ગુજરાતમાં ક્યારેય સ્થાન મળ્યું નથી અને ક્યારે મળશે પણ નહીં. ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને દયાનંદ સરસ્વતીની ભૂમિ છે, અહીં ક્રાંતિની શરૂઆત થાય શકે પણ આ ધરતી પર ચમત્કાર/પરચાઓને સ્થાન હોઈ જ નહીં.

આ ગુજરાતની જનતાએ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે. કારણકે બજરંગદાસ બાપા અને જલારામ બાપાએ ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ચમત્કાર કે પરચાના દિવ્ય દરબાર ભરવાની જરૂર જ નથી પડી. અહીં કરોડો રૂપિયાના ખર્ચે દરબાર ભરીને લોકો સાથે ખીલવાડ કરતાં આસારામ અને ઢબુડી જેવા ઢોંગીઓને ગુજરાતીઓએ વખોટી કાઢ્યા છે.

સુરત જેવા જાગૃત શહેરમાં કોઈ બાબાના આવા દિવ્ય દરબારનું આયોજન થતું હોય તો મારે એકલા એ નહીં પરંતુ ગુજરાતીઓએ એમનો વિરોધ કરવો જોઈએ અને બાબાને સામે પડકાર ફેંકવો જોઈએ. આ ઉપરાંત ઘણો બધો જનકભાઈ કહ્યું છે. હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*